Wednesday, 15 January 2014


થાય જો ઈચ્છા મને વરદાનની,
તો નહીં પૂજા કરું  ભગવાનની.
મોત આવે સત્યતા ખાતર કદી,
હું ફિકર કયાંથી કરું આ જાનની?
રાખવું ગમતું નથી ખિસ્સે કશું.
એક ભાષા આવડે છે દાનની.
માનવી છું થાય તે કરતો રહું,
હું કદી આશા ન રાખું મનની.
રોતડા વેડા નથી ગમતા મને.
જિંદગી જીવી રહ્યો સુલતાનની.
        -સંજય ચૌહાણ,
 (મારા ગઝલસંગ્રહ કોઈ આવ્યું છે.માંથી)  


કોઈ મયખાનું બતાવીને ગયા.
હાથમાં પ્યાલો થમાની ગયા.
કામ મારું હોય તો આવે નહીં.
એમના કામે મથાવીને ગયા.
મેં દવા કરવા જ બોલાવ્યા હતા.
એ હકીમો પણ સતાવીને ગયા.
જીવવાનો પણ દીલાસો ના મળ્યો,
એ કફન જૂનું કઢાવી ને ગયા.
દોસ્ત પણ કેવા મળ્યા સંજય મને?
ઘેનમાં વસિયત લખાવીને ગયા.
        -સંજય ચૌહાણ,   

No comments:

Post a Comment