આદરણીય વીનેશ અંતાણી સાહેબે મારા વાર્તાસંગ્રહ " થુંબડી" માંની એક વાર્તા હોકો વિશે એમની કોલમ 'ડુબકી' માં ઉલ્લેખ કર્યો હતો.
Published on 04 May-2014
થોડા દિવસોમાં ચૂંટણીનાં પરિણામો જાહેર
થશે અને નવી સરકાર સત્તા પર આવશે. ભારતમાં ભ્રષ્ટાચાર એવો તો ચાલ્યો કે લોકો
સત્તાધીશો ભ્રષ્ટાચારી ન પણ હોય એવી શકયતા પરથી વિશ્વાસ ગુમાવી બેઠા છે.
વાટ જોઇએ છીએ, ધુમાડાના ગોટેગોટાની... ભારતની લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી છે. દેશના કેટલાય પ્રદેશોમાં મતદાન થઇ ગયું હોવાથી ત્યાંના ઉમેદવારોનું ભવિષ્ય નિયત થઇ ચૂકયું છે. મતદાન બાકી છે એવા પ્રદેશોમાં ચૂંટણીપ્રચાર જોરશોરથી ચાલે છે. જૂના પુરાણા વિવાદોના મધપૂડા છંછેડાયા છે. જાતિવાદ, ધર્મને નામે મત માગવાની કુટિલ નીતિ, વ્યકિતગત દોષારોપણ-એટલી હદે કે ઉમેદવારોના અંગત જીવન પર પણ કાદવ ઉછાળવાનું બાકી રાખ્યું નથી. વાણીવિલાસ એટલો બધો વકર્યોછે કે શાલીનતા અને માનવીય ગૌરવની કશી જ કિંમત રહી નહીં. નેતાઓ પાસેથી ઉજજવળ ભવિષ્યની સાચી દિશાનું નિદર્શન મેળવવા ઉત્સુક પ્રજા અને યુવાન પેઢી વિમાસણમાં મુકાઇ ગઇ છે કે આ ભાષા, આ વાણીવિલાસ? વરસો પહેલાં જયારે ભારતમાં કોંગ્રેસ અને બીજા બે-ત્રણ પ ાો વરચે જ ચૂંટણી લડાતી ત્યારે અમે બહુ નાના, પણ એ સમયે એક રમૂજ સાંભળવા મળતી હતી. એક નેતાએ પોતાના પ ાના ઉમેદવારને વિજય અપાવવા માટે શું કરવું એનું માર્ગદર્શન આપતાં કાર્યકર્તાઓને કાું હતું: એ નેતા કહેવા માગતા હતા , પરંતુ ભૂલથી શબ્દ બોલી ગયા હતા. વરસો પહેલાં ઉપયોગમાં લેવાયેલો એ શબ્દ એક પ્રકારની ભૂલ હતી, પરંતુ હવે લાગે છે કે એ એમનું ભવિષ્યકથન હતું. વ્યભિચાર વાણીનો પણ હોઇ શકે છે એ વાત દેશના નાગરિકોને સમજાવા લાગી છે. સાહિત્ય અને ભાષાના અભ્યાસીઓ પ્રોસ્ટિટયુશન ઓફ લેન્ગવેજ -ભાષાનું વેશ્યાકરણ જેવો શબ્દપ્રયોગ અમસ્તા નથી કરતા. થોડા દિવસોમાં ચૂંટણીનાં પરિણામો જાહેર થશે અને નવી સરકાર સત્તા પર આવશે. ભારતમાં ભ્રષ્ટાચારનો એવો તો ખુલ્લો અને નગ્ન નાચ ચાલ્યો કે લોકો સત્તાધીશો ભ્રષ્ટાચારી ન પણ હોય એવી શકયતા પરથી વિશ્વાસ ગુમાવી બેઠા છે. પ્રજાના મનમાં ડર ઘર કરી ગયો છે કે ભૂત જશે અને પલીત આવશે. સત્તા ભલભલી વ્યકિતને કરપ્ટ કરી નાખે છે. આ વાકય બીજી રીતે કહેવું જોઇએ. ભલભલા લોકો સત્તાને કરપ્ટ કરી નાખે છે. નવયુવાન વાર્તાકાર સંજય ચૌહાણની વાર્તા છે- . તેમાં મુખ્ય પાત્ર બે છે. ગામડામાં રહેતી ડોસી અને એનો વર મોના ભગત. વાર્તા દરમિયાન કશુંક બનવાનું છે ડોસા સાથે, પરંતુ વાર્તાના અંતે બને છે ડોસી સાથે. વાર્તાના આરંભે ડોસી મોના ભગત માટે હોકો ભરવાની વેતરણમાં પડેલાં દેખાય છે. ચૂલામાં એકેય અંગારો દેખાતો નથી. ડોસીને સમજાતું નથી, ચૂલો આટલો જલદી ઠરી કેમ ગયો. ડોસાને અગત્યની મિટિંગમાં જવાની ઉતાવળ છે. એ કયારેય પોતાના મોભા અને આગેવાની, સત્તાના પ્રતીક જેવા હોકા સાથે રાખ્યા વિના ઘરમાંથી બહાર નીકળતા નહીં. આજે ખરે ટાણે હોકો ભરાયો નથી તેથી ડોસો અકળાય છે. ડોસા-ડોસીની અકળામણ માત્ર હોકા નિમિત્તે જ નથી. આખા પંથકમાં ભગતની પંચાત વખણાતી. પરંતુ હવે ગામના લોકો, એમના કુટુંબના કહેવાય એવા કેટલાક લોકો પણ, એમને સત્તાસ્થાનેથી હટાવવા માગે છે. ડેરીમાંથી તો કાઢી મૂકયા છે, આજે ક્રેડિટ સોસાયટીમાંથી પણ એમને ખસાવવાની વેતરણ થઇ ચૂકી છે. ડોસાએ સોસાયટીની મિટિંગમાં વિરોધીઓને માત કરવાના હતા. આવા અગત્યના કામે એમને હોકા વિના જવું પડયું તેથી ડોસીને બહુ લાગી આવે છે. એ દેવતા સળગાવી, હોકો તૈયાર કરે છે, પરંતુ હોકો ડોસાને પહોંચાડે એવું કોઇ દેખાતું નથી. એ હોકાના અંગારા સળગતા રાખવા માટે ફૂંક મારતી રહે છે. મિટિંગમાં શું થયું હશે તેની ચિંતા કરે છે. મિટિંગમાંથી આવેલી એક બાઇ સમાચાર આપે છે, ભગતને સોસાયટીના આગેવાન પદેથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ ડોસાનો ગુસ્સો જોઇને એમના સ્થાને ડોસીની નિમણૂક કરવામાં આવી છે. બાઇ કટા ામાં બોલે છે: શબ્દ ડોસીના કાનમાં રણકે છે, મનમાં પડઘાય છે. અને પછી લોહીમાં ભળી જાય છે. એ સાથે જ ડોસીમાં સત્તાનો ભાવ જાગે છે. એનું જુદી જ સ્ત્રીમાં પરિવર્તન થાય છે, હોકા પર હાથની પકડ મજબૂત થાય છે. એ અનાયાસ નળી મોઢા નાખી હોકો પીવા લાગે છે. તમાકુ મીઠી લાગે છે. અંગારામાં લાલાશ ફૂટે છે અને ધુમાડાના ગોટેગોટા ઊઠે છે. આપણે, ભારતના નાગરિકો, વાટ જોઇએ છીએ હોકો પીનારા નવા લોકોની અને પછી ઊઠનારા ધુમાડાના ગોટેગોટાની. શબ્દ ડોસીના કાનમાં રણકે છે, મનમાં પડઘાય છે. અને પછી લોહીમાં ભળી જાય છે. એ સાથે જ ડોસીમાં સત્તાનો ભાવ જાગે છે. એનું જુદી જ સ્ત્રીમાં પરિવર્તન થાય છે, હોકા પર હાથની પકડ મજબૂ થાય છે. એ અનાયાસ નળી મોઢા નાખી હોકો પીવા લાગે છે. તમાકુ મીઠી લાગે છે. અંગારામાં લાલાશ ફૂટે છે અને ધુમાડાના ગોટેગોટા ઊઠે છે. આપણે, ભારતના નાગરિકો, વાટ જોઇએ છીએ હોકો પીનારા નવા લોકોની અને પછી ઊઠનારા ધુમાડાના ગોટેગોટાની.વીનેશ અંતાણી |
||||||
| ||||||
No comments:
Post a Comment