થાય
જો ઈચ્છા મને વરદાનની,
તો
નહીં પૂજા કરું ભગવાનની.
મોત
આવે સત્યતા ખાતર કદી,
હું
ફિકર કયાંથી કરું આ જાનની?
રાખવું
ગમતું નથી ખિસ્સે કશું.
એક
ભાષા આવડે છે દાનની.
માનવી
છું થાય તે કરતો રહું,
હું
કદી આશા ન રાખું મનની.
રોતડા
વેડા નથી ગમતા મને.
જિંદગી
જીવી રહ્યો સુલતાનની.
-સંજય ચૌહાણ,
(મારા ગઝલસંગ્રહ ‘કોઈ
આવ્યું છે.’માંથી)
કોઈ
મયખાનું બતાવીને ગયા.
હાથમાં
પ્યાલો થમાની ગયા.
કામ
મારું હોય તો આવે નહીં.
એમના
કામે મથાવીને ગયા.
મેં
દવા કરવા જ બોલાવ્યા હતા.
એ
હકીમો પણ સતાવીને ગયા.
જીવવાનો
પણ દીલાસો ના મળ્યો,
એ
કફન જૂનું કઢાવી ને ગયા.
દોસ્ત
પણ કેવા મળ્યા ‘સંજય’
મને?
ઘેનમાં
વસિયત લખાવીને ગયા.
-સંજય ચૌહાણ,