Sunday, 18 March 2012

ગઝલ "રમત છે."

છે રમત તો કોઇ પણ પછડાટ આપે.
આ જગત હર વાતમાં ઘાંઘાટ આપે.
સત્યનો પડઘો અને તડકો બેય સરખા,
એક રણકારે બીજો ચળકાટ આપે.
બોલ ના તું ગાળ એને દુ:ખ સમયે,
એમ ઇશ્વર ટાંકણાથી ઘાટ આપે.
ખુદ રસ્તા બાંધવા પડશે હવે તો,
વીરલાએ ક્યાં છે જે પગવાટ આપે?
મદમસ્ત હાથી બની ચાલ્યા કરો,
જે મળે કારણ વગરની દાટ આપે.
                 -સંજય ચૌહણ,

No comments:

Post a Comment